મધ્યમવર્ગ બોલે છે

by Devang Vibhakar on November 7, 2012

272 views

in ગુજરાતી

ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ. આપળે ત્યાં પૈસાની દ્રષ્ટિએ સમાજનું આ રીતે વર્ગીકરણ થયેલું છે. ઉચ્ચ વર્ગ તો શાઇનિંગ સુરજની માફક દુરથી પણ જોઇ શકાય છે(ગાડી, બંગલા, નોકર-ચાકર યુ નો!!). નિમ્ન વર્ગ પણ તેની ગરીબાઇને લીધે આસાનીથી નજરમાં આવી શકે છે. પરંતુ મધ્યમવર્ગ તો જાણે હોવા છતા અદ્રશ્ય અવસ્થામાં જ છે, જેમ કે વેજ રોલમાં બ્રેડનો ઉપરનો કોમળ ભાગ તેમજ નીચેનો થોડો બરછટ ભાગ જોઇ શકાય પરંતુ અંદર જે મહતમ સ્ટફ શું છે તે જોઇ શકાતુ નથી! આમ જોવા જઇએ તો ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગ વચ્ચે એક સામ્યતા એ છે કે, તેમને કોઇની પડી નથી એવું કહેવું હોય તો કહી શકાય, કેમ કે, ઇન ટર્મસ ઓફ મની, ઉચ્ચ વર્ગ પાસે પુરતી વ્યવસ્થા છે એટલે એક દ્રષ્ટિએ વિચારીએ તો એમને કોઇની ફિકર નથી તો નિમ્નવર્ગ પાસે કાંઇ નથી એટલે તેમને કોઇ ફિકર નથી! જ્યારે મધ્યમવર્ગને તો આખા જગતની ફિકર હોય છે! બધાનું વિચારવાનું.

નિમ્નવર્ગને કંઇક જરૂરીયાત પડે તો તેઓ હાથ લંબાવતા ખચકાટ નથી અનુભવતા અને તેમનાં હાથને ઝાલનાર સામાજીક સંસ્થાઓ અને દાનવીરો સમાજમાં કેટલાય છે. ઉચ્ચવર્ગને માંગવાનો કોઇ પ્રશ્ન નથી, જ્યારે મધ્યમવર્ગ તો જરૂરીયાત હોવા છતા પણ માંગતા ખચકાટ અનુભવે છે. શિયાળો આવશે એટલે ગરીબોને વગર માંગ્યે ધાબળાની લ્હાણી થાશે, જરૂર કરતા વધારે! નો ડાઉટ, નિમ્નવર્ગની જરૂરીયાત સંતોષાય એ સારી બાબત છે, પરંતુ મુદ્દો એ છે કે મધ્યમવર્ગ સાવ એકલો પડી ગયો છે. વર્ષોથી આપળે જે સાંભળતા આવ્યા છીએ કે તે એક કચડાતો, પિડાતો વર્ગ છે એ બાબત સત્ય છે. કહેવાય પણ નહીં અને રહેવાય પણ નહીં. મને ખ્યાલ નથી કે સરકારની કોઇ યોજનાઓ મધ્યમવર્ગ માટે હોય!! અને મધ્યમવર્ગ જ્યારે સહયોગ માટે અવાજ કરે તો તે વાત લોકોનાં ગળે ઉતરે જ નહીં કેમ કે સહયોગ તો નિમ્નવર્ગ જ માંગી શકે, મધ્યમવર્ગને શું જરૂર? એવી માનસિકતા વચ્ચે આપણે જીવીએ છીએ!!! પણ હકિકતે મધ્યમવર્ગને પણ એક પુશ-અપની જરૂર હોય છે. મદદની નહીં પરંતુ સહયોગની જરૂર હોય છે, અને તે સમાજનાં લાભમાં જ છે. ઉચ્ચ વર્ગ પોતે જે પૈસા કમાયેલા છે તેને મોજથી વાપરે છે તેમાં કોઇ વાંધો નથી, રાધર એવું જ હોવું જોઇએ કેમ કે પૈસા કમાઇને ન વાપરો તો તે શું કામના?

કહેવાતા ધાર્મિક લોકો મને માફ ના કરે, પરંતુ આપળે જોઇએ છીએ કે કથાઓ, ભાગવત સપ્તાહો, યજ્ઞો, ધાર્મિક કાર્યક્રમો પાછળ આપળે હજારો અને લાખો રૂપીયા ખર્ચ કરતા જરા પણ અચકાતા નથી. આ બધુ કરવાથી કોઇને શાંતિ મળી હોય તો મને જણાવે! અને “ઇગો” સંતોષ્યા સિવાયની કોઇ બાબત હોય તો પણ જણાવે!! જો આ બધુ ભંડોળ થનગનતા મધ્યમવર્ગીય યુવાનો અને યુવતીઓનાં એજ્યુકેશન, હાયર-એજ્યુકેશન માટે વાપરવામાં આવે તો તે વધારે અર્થપૂર્ણ છે. એક ભાગવત સપ્તાહ પાછળ બે લાખથી લઇને બે કરોડ સુધીનાં ખર્ચ થતા આપણે જોઇ શકીએ છીએ. યાર, આટલા રૂપીયામાં તો તમે કેટલાય સક્ષમ યુથને વિદેશ અભ્યાસ માટે મોકલી શકો, કે જેઓની જિંદગી બની જાય અને તેમનાં પરીવાર માટે આશાનું એક નવું કિરણ લાવે, નહિકે પછી અહીં મધ્યમવર્ગ માનસિકતા સાથે સબડતા આખી જિંદગી કાઢે. સ્કોલરશીપ મેળવવા માટે પણ તમારે ગરીબ હોવું જરૂરી બને છે. આ તો ધોબીકા કુતા જેવી વાત થઇ! માં-બાપ તોતિંગ ફિ ભોગવી શકે તેમ નથી અને કોઇ સંસ્થા તમે ગરીબીરેખાની હેઠળ નથી આવતા એટલે સ્કોલરશીપ આપવા તૈયાર નથી. હાઇર-એજ્યુકેશન સિવાય પણ મધ્યમવર્ગને આગળ વધવા માટે સહયોગની જરૂર હોય છે. એકવાર વિચારો, જસ્ટ વિચારો, ખરેખર વિચારો, સિરીયસલી વિચારો કે આપણે લોકો ધાર્મિક તેમજ દેખાદેખીનાં અન્ય કાર્યક્રમો પાછળ પૈસાનો જે ધુમાડો કરીએ છીએ તે ના કરીએ અને એ બધુ ફંડ એકઠુ કરીએ તો કેટલાય મધ્યમવર્ગીય યુવાનો/યુવતીઓની લાઇફ બની જાય! આમ તો કોઇએ ખાસ મધ્યમવર્ગ માટે એવી એન.જી.ઓ. બનાવવાની જરૂરીયાત છે :)

Related Posts Plugin for WordPress, Blogger...

{ 2 comments… read them below or add one }

1 Zen November 7, 2012 at 3:51 pm

So true, but unfortunately, there is no NGO, no option but to become rich …. :-)

Reply

2 Devang Vibhakar November 7, 2012 at 10:08 pm

Very true Zen. To become rich is the best option.

Reply

Leave a Comment

Previous post:

Next post: