શું મારે કાલથી નોકરી પર નથી આવવાનું?
-દેવાંગ વિભાકર
એક ગરીબ માણસ વર્ષોથી એક અમીર પરીવારને ત્યા નોકરી કરે. સાફસફાઇ, બાળકોને સાચવવા, જોઇતી વસ્તુઓ બજારમાંથી લઇ આવવી જેવા ઘરનાં તમામ કામ તે કરે. એક દિવસ તે તેનાં નોકરીનાં સ્થળ એટલે કે અમીર પરીવારનાં બંગલે પહોંચ્યો. જેવો દરવાજો ખોલીને અંદરે પ્રવેશે છે તો તે દ્રશ્ય જોઇને છક્ક થઇ જાય છે. સામે અમીર પરીવારનાં બધા સભ્યો ઉભા છે. સૌથી વડીલ સભ્ય તેનો પ્રેમથી હાથ પકડીને ડાઇનીંગ ટેબલ પર લઇ જાય છે. ડાઇનીંગ ટેબલ પર જાતજાતની, અવનવી વાનગીઓનાં થાળ પડેલા છે. વડીલ સભ્ય કહે છે “તુ વર્ષોથી અમારી સેવા કરતો આવ્યો છે, તેનાં માનમાં તારા માટે અમે આજે અમારા હાથે આ બધી વાનગીઓ બનાવી છે. તુ આજે જમવા બેસ અને અમે બધા તને પીરસસુ.”
આટલા ઉમદા પ્રેમથી ગદગદીત થઇને નોકર ચોધાર આંસુએ રડી પડવો જોઇએ. જેવુ માન ક્યારેય મળેલુ નહી અને મળી શકે તેવી કલ્પનાં પણ કરેલી નહી તે આજે હકીકત બનીને મળી રહ્યુ છે ત્યારે આ માણસથી સીધાજ ટેબલ પર બેસતા પહેલા એક જ સવાલ પુછાઇ જાય છે….
“શું મારે કાલથી નોકરી પર નથી આવવાનું?”
- (દેવાંગ વિભાકર, ૨૩/૦૫/૨૦૧૨)
























{ 11 comments… read them below or add one }
વાહ. બહુ સરસ….
આભાર, ધર્મેશભાઇ.
saras varta che.
Thanks Rupen Patel.
Laghukatha gami. saras thai chhe. abhinandan,
આભાર, અજયભાઇ.
heart touching sort and sweet story……….:-) bas ek var gadi ma besva male, su mare kalthi nokary par nathi avavanu?
Thanks, Jaydevsinh Nakum. Glad you liked both the stories.
Liked both short stories. Good ones. Keep it up.
Thanks JM.
ખુબજ સરસ વાર્તા.