Home » Articles » My Visit To Shri Bharti Gau-Seva Ashram, Sasangir

My Visit To Shri Bharti Gau-Seva Ashram, Sasangir

In the year 2009 I had visited this Ashram which is situated in the midst of Jungle of GIR. The place is known as Shri Bharti Gau-Seva Ashram. The head of this Ashram was Shri Ishwar Bharti Maharaj.

It was indeed pleasure to visit this Ashram. Ate “Shiro” made by Bharti Maharaj himself. Now upon death of his Guru Shri Prem Bharti Maharaj, he is taking care of his Guru’s Ashram located at Ghantvad village, which is around couple of hours’ distance from the ashram that we visited. You can have a 34 minutes view of my trip. I have also written my experience in my mother-tongue Gujarati language below the video.

Short Documentary – My Visit To Shri Bharti Gau-Seva Ashram, Sasangir

શ્રી ભારતી ગૌ-સેવા આશ્રમની મુલાકાત

અત્યારના આ દોડધામભર્યા શહેરીયુગમાં લોકો શાંતિ મેળવવા કેટલા વલખા મારતા હોય છે! યોગ શીખે, પ્રાણાયામ કરે, મનગમતી પ્રવ્રુતિઓ કરે, તેમ છતા શાંતિ તો હંમેશા દુર જ રહે. મારી દ્રષ્ટિએ શાંતિ એટલેજ કુદરત. જો તમારામાં ’છોડવાની’ ભાવના હોય, ’ત્યાગની’ કે ’પરિશ્રમની’ ભાવના હોયતો તમે આ શાંતિ સહજરીતે મેળવી શકો; જેમકે શહેરી સંસારમાથી જો તમે અમુક દિવસ કુદરતના સાનિધ્યમાં વિતાવો તો તમને કઇપણ વિશેષ કર્યા વગર શાંતિ મળી શકે. સાસણગીર એટલે એશિયાઇ સિંહોનો પ્રદેશ, વનરાજોની ત્રાડથી ગુંજતુ રહેતુ જંગલ. સિંહ સિવાય દિપડા જેવા માંસાહારી જાનવરોની પણ વસ્તી ખરી. ગુજરાત સરકારે સાસણગીરને અભ્યારણ જાહેર કર્યુ છે. દેવળીયા પાર્ક ખાતે મુલાકાતીઓ માટે સિંહદર્શનની વ્યવસ્થા રાખેલ છે, જે ચોમાસાની ઋતુ દરમિયાન બંધ રાખવામાં આવે છે. જુનાગઢથી સાસણગીર મેંદરડા થઇને જઇ શકાય છે. રસ્તો આમતો સિંગલપટ્ટી છે પરંતુ ખાડાખબડા વગરનો. જુનાગઢથી આશરે ૬૦ કિલોમિટર જેવુ અંતર.

તા. ૫/૭/૨૦૦૯ના રોજ હું, મારા પિતાજી, મારો બાળપણનો મિત્ર મુકેશ (મુકો) અને નવાગામના રહેવાસી અને મિત્ર એવા વલ્લભભાઇ (ભાક્લાભાઇ), ગીરમાં આવેલ એક આશ્રમની મુલાકાતે જવા માટે મારા વતન નવાગામથી સવારે ૭:૦૦ વાગ્યે નીકળ્યા. અમારા ચારેયમાથી માત્ર એક મુકાએ અગાઉ આ આશ્રમની મુલાકાત લીધેલ. ખાસતો તેણે કરેલ આશ્રમના અલભ્ય વર્ણનથીજ ખેંચાઇને ઘણા દિવસોથી આ આશ્રમની મુલાકાત લેવા મન લલચાતુ જે આખરે સિધ્ધ થયું. આશ્રમનુ નામ “શ્રી ભારતી ગૌ-સેવા આશ્રમ”. સાસણગીર જતા રસ્તા પર તેના પહેલા ૧૦ કિલોમિટર આગળ, જમણી બાજુ માળિયાના (હાટીના)નું પાટીયુ આવે. ત્યા અમને ચોમાસાની ઋતુ હોવાથી આગળ વધતા રોકવામાં આવ્યા, પરંતુ આશ્રમની મુલાકતની વાત કરી એટલે જઇ શક્યા. આશ્રમના મહંતનુ નામ શ્રી ઇશ્વરભારથી મહારાજ, જેમના ગુરૂશ્રી પ્રેમભારથી મહારાજ. ઇશ્વરભારથી મહારાજનો જન્મ મારા વતન નવાગામમાં. સાંસારિક જીવનમાં જાતે બાવાજી હતા. યુવાનીને વટાવીને, એક દિવસ સંસારનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા, પ્રેમભારથીજી મહારાજનુ ગુરૂપદ સ્વિકાર્યુ અને તેમની વર્ષો સુધી સેવા કરી. નાનપણમાં અમે ઇશ્વરભારથી મહારાજને ઇશુકાકા કહેતા. મળતાવેતજ તેમણે મને કહ્યુકે “દેવાંગ, તુ નાનો હતો ત્યારે મે તને ખુબજ રમાડેલ છે.”

હાલમાં ઇશ્વરભારથીજી તેમના ગુરૂની પ્રેરણા હેઠળ આ આશ્રમનું સંચાલન કરે છે. આશ્રમની ચારે તરફ જંગલ જ જંગલ. પાછળના ભાગમાં વિશાળ ધાર જે ચોમાસાની ઋતુમાં લીલી ચાદર ઓઢીલે. હાલમાં આશ્રમમાં ૪૦૦ જેટલા કેસર-આંબાના વ્રુક્ષો, પાણીનો એક કુવો, એક સંધણ જાતીની સફેદ ઘોડી, ગૌશાળાની ગાયો, એક ભેંસ અને તેની પાડી, એક ખુંટ અને બે ડોબરમેન કુતરા છે. ઇશ્વરભારથી મહારાજ “બાપુ”ના નામથી જ આજુબાજુના ગામોમાં ઓળખાય. હાલમાં, રાજકોટના એક વેપારીની સખાવતથી સાધુ-સંતોના ઉતારા માટેના નિવાસસ્થાનો બનાવ્યા છે, જેમાં બે માળના ચણતરમાં કુલ છ રૂમો છે. આ નિવાસસ્થાનની પાછળના ભાગમાં ગાયો માટેની પાક્કી ગમાણ પણ બની રહી છે. ગમાણની જમણી બાજુએ, થોડેક દુર શિવજીનુ ખુલ્લુ મંદિર, જ્યા હવે એક સુંદરમજાનુ નવા મંદિરનુ નિર્માણ કરવાની યોજના છે. આશ્રમની ખેતીલાયક જમીનમાં ગાયોનો લીલો ઘાસચારો ઉગાડવામાં આવે. નિવાસસ્થાનની અગાસી ઉપરથી જઇને જુઓતો ચારેતરફ જંગલ જ દેખાય. હાલમાં, ચોમાસાની ઋતુ હોવાથી આખો પ્રદેશ લીલોછ્છમ દીસે. શિતળ પવનની લહેરખીઓ સુસવાટા મારી અંત:મનને પુકાર કરેકે અહિયા જ રહે. આજુબાજુમાં કોઇ ઇન્ડસ્ટ્રિઝ ન હોવાથી એકદમ શુધ્ધ હવા જે ફેફસાને તરોતાજા કરે.

બાપુના કહેવા પ્રમાણે હાલમાં રહેલ પશુઓમાંથી કેટલાકને જ્યારે તેઓ લઇ આવેલા ત્યારે તે પાતળા અને થોડા રોગિષ્ઠ પણ ખરા. પરંતુ, તેમની માવજત થકી તેમજ વિપુલ, કુદરતી વાતાવરણ, ઘાસચારા થકી આજે તેઓમાં ઘણો સુધારો આવી ગયો છે. બાપુએ અમને કહ્યુકે અમે મોડામોડા આવ્યા. જો એકાદ મહિના પહેલા આવ્યા હોતતો અમને ઓરીજીનલ કેસરકેરીનો લાભ મળત. બાપુ સાથે કરેલ વાતો પરથી જાણવા મળ્યુકે તેઓએ આ વર્ષે થયેલ તમામ કેરીના ઉત્પાદનને આજુબાજુના ગામના લોકોમાં, આશ્રમની મુલાકાત લેતા તેમના સેવકો તેમજ જરૂરીયાતમંદ લોકોને વિનામુલ્યે આપેલ. એક પણ કેરીનુ વેંચાણ કરેલ નહી.

આમ જોવા જઇએતો ૪૦૦ આંબા થકી થતા કેરીના ઉત્પાદનનું વેંચાણ કરીને ઘણા નાણા મેળવી શકાય જેનો ઉપયોગ આશ્રમના વિકાસ અર્થે કરી શકાય, પરંતુ બાપુએ કરેલ કેરી-દાનથી તેઓએ સાધુઓના નિર્મળ પ્રેમની ઝાંખી કરાવી એવુ કહ્યા વગર રહી શકાતુ નથી. બાકી, આ વર્ષે કેરીના ભાવતો સિઝનના અંત સુધી આસમાને જ રહેલા. કોઇ સાવ મફત એક કિલો કેરી આપે તો પણ આશ્ચર્ય થાય તેવી મોંઘી કેરી હતી, જ્યારે બાપુએતો સમગ્ર ઉત્પાદનજ લોકોને વિનામુલ્યે વહેંચ્યુ. ઉત્પાદન કરતાતો પ્રેમ અને આશિર્વાદ વહેંચ્યા એવુ કહી શકાય. બાપુએ સાથે ફરીને આશ્રમના વિવિધ ભાગો બતાવ્યા. ખાસતો, કુદરતના સાનિધ્યનુ તેમનામાં પદાર્પણ થયેલ અનુભવ્યુ. આશ્રમની તથા પશુઓની દેખરેખ માટે બે પગારદાર માણસો રાખેલ છે, કાદુભાઇ અને બચુભાઇ, જે દિવસરાત ત્યાજ રહે અને આશ્રમના લગભગ બધાજ કામો કરે જેવાકે પશુઓને ચારવા લઇ જવા, આશ્રમની સાફસફાઇ, રસોઇ બનાવવી, વ્રુક્ષોની માવજત વગેરે.

અમે સવારે ૧૦ વાગ્યે આશ્રમે પહોંચેલ. બાપુ સાથે વાતચીત કરતા તેમજ આશ્રમ ફરતા ૧૧:૩૦ થઇ ગયા. ત્યારબાદ, બાપુ કહેકે “નાળીયેરી પણ છે, તેનુ પાણી પીવુ હોય તો બચુભાઇને કહું કે તોડતા આવે.” હું ખાસતો ત્યા કુદરતને માણવા અર્થેજ ગયેલો એટલે મે કિધુકે અમે જ તોડતા આવીએ. મુકો અને ભાકલાભાઇતો સાથેજ હોય. કુહાડી લઇને આશ્રમના પછવાડે આવેલ નાળિયેરી તરફ ગયા. હવે, અમારા ત્રણેમાંથી કોઇને ખબર ના પડેકે કયા નાળિયેર તોડાય કે જેમાં પાણી હોય. એટલે છેવટે બચુબાપાને સાદ પાડવો પાડ્યો. તે આવ્યા અને તેઓએ કહ્યુ તે પ્રમાણે નાળિયેરો તોડ્યા. નાળિયેર તોડવાની પ્રવ્રુતિમાં અડધી કલાક જેવી મજા કરી. નાળિયેર બરાબર તુટે નહિ. મારાથી કુહાડીના ઘા આડા-અવડા લાગે. છેવટે થોડા નાળિયેર તોડ્યા.

૧૨:૦૦ વાગ્યા હશે અને અમે નીકળવા માટે રજા માંગી, તો બાપુએ તો જમીને જ જવાનો ખરો આગ્રહ કર્યો. મારા પિતાજીએ બીજાને તસ્દી ન આપવાના સ્વભાવ પ્રમાણે પ્રેમથી ના પાડી. અમારો પ્રોગ્રામ વળતા જુનાગઢ જમવાનો હતો. પરંતુ અમારી ના સાંભળે તે બીજા. હવે, અમે ચાર જણા અને તેઓ ત્રણ, એમ સાત લોકોની રસોઇ કરવી એટલે મહેનતનુ કામ, કેટલી બધી રોટલી વણવી પડે. રસોઇ તો કાદુભાઇ કરે અને તેમા બાપુ પણ સાથ આપે. એટલે તેમને આ બધી મુશ્કેલીઓમાં ના મુકવાની ભાવના સાથે અમે ન જમવા માટે અડગ રહ્યા અને નીકળવાની રજા માંગી. બાપુ પોતાની સાથે વાતો કરે “સાઇબ (મારા પિતાજી ડોક્ટર હોવાથી બધા આજ નામે સંબોધે), જમવાની ના પાડેસે, આતો ઘાણી કઇરી”. છેવટે, થોડી મીઠી હા-ના બાદ, બાપુએ એક વચલો રસ્તો શોધ્યો. તેમણે કહ્યુકે તો પછી પ્રસાદ રૂપે શિરોતો લેવો જ પડશે. હવે, અમે ના ન પાડી શક્યા અને બાપુના અતિ પરંતુ નિર્ભેળ આગ્રહ સામે ઝુક્યા. આતો કેવી વિટંબણા છે કે, આજના આ યુગમાં કોઇ જેવો બાપુએ કરેલ જમવા માટે જેવો સાચો આગ્રહ પણ નથી કરી શકતુ. મોટા મોટા ભોજન સમારંભો યોજાય, પરંતુ તેમા ખરા આગ્રહનું તો નામોનિશાન જ જોવા ના મળે. હા માત્ર દેખાડાનો કે ઘણા લોકોને એકઠા કરી શકવાનો અને વિધવિધ વાનગીઓના મેનુ બનાવવાનો ગર્વ તો યજમાનના સમગ્ર ચહેરાની રેખોઓ પર સ્પષ્ટ જોઇ શકાય.

શિરાનો પ્રસાદ બનાવવા માટેતો બાપુએજ કમાન્ડ હાથમાં લીધુ. પોતેજ શિરા માટેનો લોટ ચારવા લાગ્યા (ભૈળકુ). ગેસ ચાલુ કરી લોટમાં તાજુજ બનાવેલ ઘી નાંખ્યુ અને તેને ચમચાથી હલાવવા લાગ્યા. તેમાં ગાયના શુધ્ધ દુધની ધારા કરી. પાણીનું તો નામોનિશાન જોવા ન મળે. ઓરીજીનલ ઘી અને દુધની બનાવટના શિરાની સુગંધ ઢાંકતા પણ ઢાંકી શકાય? આહ! મીઠી સોડમ આવવા લાગી. બાપુ શિરો બનાવતા જાય અને વાતો કરતા જાય. રુદ્રાક્ષની અને તેમના ગુરૂની વાતો પણ કરે. અમે બધાતો થોડેક છેટે બેઠેલા. બાપુએ પુરા દિલથી, ઘણીવાર ચમચાથી હલાવીને પૌષ્ટિક શિરોપાક તૈયાર કર્યો. પછીતો બાપુના કહેવાથી ત્યાજ ફરતે બધા ગોઠવાયા. બાપુ બધાને શિરો ડિશમાં આપવા મંડયા. એમા એક ડિશમાં માત્ર ત્રણ ચમચા ભરીને શિરો ઠાલવ્યો અને તે મુકાને આપ્યો. હવે, મુકો એટલે લુહારી કામ કરનાર, મહેનતનુ કામ એતો. પણ મુકાએ કહયુકે “બાપુ, આટલો બધો શિરો નહી ખવાય”. અને ડિશ કાદુભાઇને આપી. મને આશ્ચર્ય થયુકે મુકો ત્રણ ચમચા શિરો ના ખાઇ શકે? બાપુએ મને ત્રણ ચમચા ભરીને શિરો આપ્યો. મે તો તે આનાકાની વગર લઇ લીધો. બધાને પીરસાઇ ગયા બાદ છાસનુ બોઘરણુ કાદુભાઇ ફ્રિઝમાંથી લઇ આવ્યા. તેમાથી બધાને ગ્લાસ ભરીને છાસ આપી. બાપુના “હરિહર”ના સાદ પછી બધાએ શિરાનો પ્રસાદ આરોગવાનુ શરૂ કર્યુ.

પહેલીજ ચમચીએ (જે પાછળથી મુકીને હાથથીજ ખાધેલ) શિરો ખાતા લાગ્યુકે આતો શુધ્ધ ઘી જ ખાઇ રહ્યો છું. તેના સ્વાદ માટેના શબ્દો નથી મળતા. ઘી અને દુધના મિશ્રણે શિરાને અત્યંત સ્વાદિષ્ટ બનાવેલ. માંડ એકાદ ચમચા જેટલો પ્રસાદ મારાથી પુરો થયો હશે ત્યાતો પેટ ફુલ થઇ ગયુ. લાગ્યુકે હવેતો એક ચમચી પણ વધારે નહિ શકે. મુંઝાયા વગર મે તો જાહેર કર્યુ કે, આ તો ભારે થઇ. જે પહેલા સરળ લાગતુ તે હવે તો કોઠે ભરાણુ. મુકો દાંત કાઢતા કહેકે “દેવાંગ, હું કેતોતો.” પણ હવે શું થાય, એવીજ કઇક પરિસ્થિતિ મારા પિતાજીનિ. હવે, પ્રસાદનો તો બગાડ પણ ના કરાય. અચાનક મારા પિતાજીએ એક વચલો રસ્તો કાઢયો. તેમણે કહ્યુકે આ શિરો અમે ઘરે પ્રસાદરૂપે લઇ જઇએ એટલે ઘરે પણ બધા તે લઇ શકે. મને હાશ થઇ. ખરેખર આટલો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શિરો આની પહેલા મે મારી જીંદગીમાં ક્યારેય ખાધેલ નહિ. પ્રસાદ લીધા પછી, આશ્રમમાં અડધોક કિલોમિટર તો મારે ચાલવા જવુ પડ્યુ. આજતો છે શહેરના બેઠાળા જીવનની મોકાણ.

૧૨:૪૫ વાગ્યા જ્યારે અમે પ્રસાદ આરોગીને ઉભા થયા. નીકળવા માટે બાપુની રજા લીધી. એક દિવસ પછી ગુરૂપુનમ હોવાથી બાપુ પણ બપોરે બે વાગ્યે તેમના ગુરૂ પાસે જવાના હતા. બાપુનો આભાર માનીને અમે નવાગામ આવવા નીકળ્યા, પરંતુ સમગ્ર સસ્તે એવુ લાગ્યુકે એક વસ્તુ આશ્રમમાં ભુલાઇ ગઇ અને તે હતુ મારુ મન. તે તો આશ્રમમાં જ રહી ગયુ. જો તે આશ્રમમાં એકાદ અઠવાડિયુ રહીને, પરિશ્રમ કરીને રહુંતો, ઘણા આંતરિક, આધ્યાત્મિક સુધારા થાય તેવુ લાગ્યુ. લઘુતમ માનવવસ્તીવાળુ વાતાવરણ. આસપાસ જંગલ, શુધ્ધ ખોરાક, નિર્મળ વિચારો. મારી દ્રષ્ટિએ જીવનનું પરમ લક્ષ્યતો ’સ્વ’ને ઓળખવાનુ છે, નહિ કે ભૌતિક સંપતિઓ સ્વાર્થવ્રુતિ કે દેખાદેખી ખાતર એકઠી કરવાની. હું ઘણા ધનાઢ્ય લોકોને ઓળખુ છું જેઓની પાસે અનહદ પૈસો છે, તેમ છતા માનસિક શાંતિતો તેમનાથી જોજનો દુર છે. માનસિક શાંતિ સિવાય ગણીએતો સમાજમાં તેમનુ વ્યક્તિગત માન પણ નથી હોતુ, હા તેમની સંપતિને માન હોય છે જેમને તેઓ તેમના માન તરીકે ગણી લેતા હોય છે. કહેવાનો મતલબ એટલોજ કે અનહદ સંપતિ હોવા છતા જો તેઓ પારિવારિક, સામાજીક કાવાદાવાઓમાં જ રચ્યાપચ્યા રહેતા હોય, ઇગોને જ ડેવલપ કરતા રહેતા હોય તો પછી સંપતિનો અર્થ શું! એટલે આ બધુ જોઇને તો એમજ લાગેકે જીવનનું અંતિમ લક્ષ્યતો ’સ્વ’ને જ ઓળખવાનુ છે અને તે મારા જેવા માટે ત્યારે જ શક્ય છે જ્યારે આવા આશ્રમ જેવી જગ્યાએ અમુક દિવસો રહિને ’સ્વ’ને ઓળખવા પ્રયત્નો કરે. જોઇએ હવે આ અંત:ઇચ્છાની પુર્તિ ક્યારે થાય છે.

નમો નારાયણ

દેવાંગ વિભાકર
રાજકોટ
તા. ૦૭/૦૭/૨૦૦૯, ૧૧:૪૦
મો. ૯૬૨૪૩ ૨૯૨૦૬ / ૯૪૨૬૯ ૭૦૪૭૯
Email: speakbindas@gmail.com
Website: www.Speakbindas.com

About

Devang Vibhakar is the Founder and Editor of www.SpeakBindas.com. He has interviewed more than 350 people. His effort was recognized by Limca Book of Records, twice. He has been to Scotland as well as Germany as part of vocational & cultural exchange programs and has compiled five books so far. He's passionate about bringing forth interesting stories & interviews of entrepreneurs to avid readers of SpeakBindas. He can be reached here.

6 thoughts on “My Visit To Shri Bharti Gau-Seva Ashram, Sasangir

  1. Jigar Patel says:

    I would pay for this experience

    1. I understand how you feeling Jigar but such experiences come for free.

      1. Jigar Patel says:

        Its about time someone interviews you Devang. I will play your role for that one. 🙂

        1. If you are interviewing me Jigar, I would love to give interview. Any plans of coming to INDIA?

          1. Jigar Patel says:

            I’m planning to be in India somewhere in next 6 months, and interviewing you is on top of my priority list! I will let you know very much in advance.

  2. Looking forward to seeing you.

Leave a Reply to Jigar Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*
*