Interview of Jagdishbhai Mehta | Senior Journalist
જગદીશભાઇ મહેતા આમ તો વર્ષોથી મિડીયા ક્ષેત્રે કાર્યરત છે. મુંબઇથી સ્વ. કાંતિ ભટ્ટનાં નેજા હેઠળથી પત્રકારત્વની શરુઆત કરીને તેઓએ કેટલાય ગુજરાતી વર્તમાનપત્રો સાથે કામ કરેલ છે. પત્રકારત્વક્ષેત્રે તેમણે સમાજનાં વિવિધ પાસાઓનો અનુભવ મેળવ્યો છે જે તેમની સ્પીચ સાંભળીને દર્શક અનુભવી શકે છે. તેમનાં સોશ્યલ મિડીયા પરનાં વિડીયોઝ જેમાં તેઓ વર્તમાન ઘટનાઓ પર તેમના મંતવ્યોની શૈલી દર્શકોને સ્પર્શી રહી છે. તેમનું એનાલિસીસ ફોર્સફુલ અને ફ્લોમાં હોય છે. ઇન્ટરવ્યુંમાં તેમને આ બાબતે પુછતા તેમણે કહ્યું કે, “મારી સાઇડ તો સત્યની સાઇડ છે.” એટલે તેમને જે બાબત જેવી લાગે તેવી કોઇપણ ફિલ્ટર વગર કે તર્કનો ઉપયોગ કર્યા વગર પીરસતા હોય છે. આમેય તર્ક અને સત્યને કોઇ સંબંધ છે જ નહી. મજાની વાત એ જાણી કે તેઓ પોતે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર જરાપણ એક્ટીવ નથી અને તેવું ફાવતુ પણ નથી. એક વોટ્સએપ ફાવે છે તેવું તેમણે જણાવેલ!
સ્પીકબિન્દાસ પર હું જે ઇન્ટરવ્યુ કરતો હોઉં છુ તે જોતા મિત્રોને તો ખ્યાલ હશે જ કે તેમાં ન્યુઝ મેટર હોતી નથી પરંતુ જે તે વ્યક્તિનાં વિચારોમાં રહેલ ઉંડાણ શોધવાનો પ્રયાસ હોય છે. આ ઇન્ટરવ્યુંમાં જગદીશભાઇએ તેમણે મુંબઇમાં કરેલ સ્ટ્રગલનાં દિવસોની એક આછેરી ઝલક આપી છે તેમજ જર્નાલિઝમનું ફોર્મલ શિક્ષણ લીધુ ના હોવા છતા તે ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા તેની પણ વાત કરી છે. ૯૦૦ રુપિયાનાં પગારમાથી ૭૦૦ રુપિયા તેઓ છાપાઓ અને મેગેઝીનો પાછળ ખર્ચતા. વાંચનનો શોખ જ તેમને જર્નાલિઝમ ક્ષેત્રે લઇ આવ્યો અને તેમાં સ્વ. કાંતિ ભટ્ટ સાથેની મુલાકાત તેમના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની રહી.
આ ઇન્ટરવ્યુમાં તેમને વિવિધ પ્રશ્નો પુછ્યા જેમાં તેમની સ્પીચમાં આટલો ફોર્સ અને ફ્લો બન્ને એકીસાથે જોવા મળે છે તેનું કારણ શું છે?, તેમની સ્પીચમાં એક પ્રકારનો આક્રોશ જે જોવા મળે છે તેની પાછળની ભૂમિકા શું છે?, આમ જનતા – પ્રજા – પબ્લિક શું ચાહે છે? પબ્લિકનો રોલ અને શાસનનો રોલ કેવો હોવો જોઇએ? વગેરે પ્રશ્નો પર તેઓ એકદમ બિન્દાસ રીતે બોલ્યા છે.
ઇન્ટરવ્યુનો નિચોડ:
– દંભ એ આપણો રાષ્ટ્રીય રોગ છે.
– વર્તમાનપત્રોમાં ઓન-રેકોર્ડ અને ઓફ-રેકોર્ડ મેટર કેવી રીતે લેવાય છે.
– ઓફ-ધ-રેકોર્ડ જ સાચામાં સાચુ સત્ય હોય છે. ઓન-રેકોર્ડ મેટરમાં કાઇ દમ હોતો નથી.
– વાંચવાનું તો બિટવીન ધ લાઇન્સ જ હોય છે.
– વર્તમાનપત્રમાં લખી એટલું જ શકાય જેટલુ પ્રુવ કરી શકાય. બધુ જાણતા હોય તે લખી ના શકાય. પ્રુવ કરવુ પડે.
– તમે પોતે દુ:ખી થયા હો તો જ તમને બીજાનું દર્દ સમજાય સાહેબ!
– વાંચવાનો શોખ અતિશય હતો.
– સલાહ અને ગાળ આપવાની દરેકને ગમે, પાળવાની કોઇને નહી!
– પબ્લિક જે ચાહે છે તે રામરાજ્યમાં જ સંભવ છે, આ પાપી લોકોમાં સંભવ બની શકે નહી.
– આ બધી શબ્દોની રમત છે, પ્રજા એમા પીડાય છે.
– વકિલ અને સી.એ. વિશેનાં મંતવ્યો.
– ગુરુકુળ પધ્ધતિથી શિક્ષા આપવામાં આવે આ દેશને જે અગાઉ હતી ઋષીમુનીઓનાં કાળમાં ગુરુકુળોમાં તો સુધારો આવવો સંભવ છે.
– પ્રત્યેક વ્યક્તિએ બે વસ્તુ પહેલા પાળવી જોઇએ કે તમે જેને આશ્રિત છો અને હવે તમારે આશ્રિત જે છે તેની જરુરીયાત પહેલા પુરી કરો. ઘેટ્સ ઓલ.
– આપણે પાણામાં પૈસા નાખીશું, માણામાં નહી નાખીએ!
– રામ-સીતાના ચરણનો પ્રસંગ. આચરણ.
– આપણે બધા ડબલ-સ્ટાન્ડંર્ડમાં જીવીએ છીએ.
– તમે કેવા છો તેનું પહેલુ સર્ટીફિકેટ તમારો પરિવાર આપી શકે.
– દ્વિધારી વાતો છે આપણી તેના કારણે મેળ નથી પડતો.
– મુળ પ્રશ્ન આપણા સંસ્કારને આધારિત છે.
– ગુરુકુળ પધ્ધતિમાં ખાલી શિક્ષણ ન મળતુ પરંતુ ચરિત્ર ઘડતર થતુ અને અત્યારની શિક્ષણ પધ્ધતિ ચિત્ર આધારિત છે, ચરિત્ર ઘડતર નથી થતુ.
– સંસ્કારયુક્ત શિક્ષણ મળવું જોઇએ.
– એક પ્રયોગ કરવો જોઇએ કે અષાઢી બીજની રથયાત્રાની સુરક્ષાની જવાબદારી ધર્મચુસ્ત મુસ્લિમોને સોંપવી જોઇએ અને તાજીયાની સુરક્ષાની જવાબદારી હિંદુનોને સોંપવી જોઇએ તો જ એકબીજા પર ભરોસો બેસશે.
– કોઇ આખો સમાજ ખરાબ નથી, બન્ને બાજુ અમુક તત્વો જ ખરાબ હોય છે.
– સમાજને એજ્યુકેટ કરવાની જરુર છે, ભડકાવવાની જરુર છે.
– નિષ્પાપ ભાવથી અને એકપણ પ્રકારની અપેક્ષા વિના એવી રીતે હું પત્રકારત્વમાં છું.
Nice Intreview. very intresting. i am a tax consultant. any tax related issue pls visit our websit nbassociateskerala.com.
Great Interview.
If Anyone Looking For a web designer or Digital Marketer
feel free to connect with the Best Freelance Digital Marketer in Trivandrum, Kerala- https://basithsaba.com/
Nice Intreview.
happy to see you in this interview