જળક્રાંતિ ટ્રસ્ટ(મનસુખભાઇ સુવાગીયા) આયોજીત “ગોવિજ્ઞાન અને આરોગ્ય પરિસંવાદ”માં ડો. પાંચાભાઇ દમણિયા(એમ.ડી. આયુર્વેદ, ઉના)નું “ગાય” વિષર પરનું અદભૂતમ કહી શકાય તેવુ વક્તવ્ય સાંભળ્યુ. આ ડોક્ટર સાહેબને કેટલાય શાસ્ત્રો જાણે સાવ મોઢે છે. વક્તવ્યમાં કેટકેટલાય શાસ્ત્રોનાં પ્રમાણો ટાંકીને તેમણે ગાયના દુધ, ઘી, મુત્ર, છાસ વગેરે વિશે જે અતિ ઉપયોગી છણાવટ કરેલ તે ન ભૂતો ન ભવિષ્યતિ જેવી [...]























