Video interview of Swami Nikhileshwaranandji
Swami Nikhileshwaranandji is the head of Ramkrishna Ashram, Rajkot.
સ્વામી નિખિલેશ્વરાનંદજી જેઓ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે તેમની સાથે થયેલ ઇન્ટરવ્યુ-સત્સંગનું અવતરણ:
– અષ્ટાંગ યોગ – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ
– પાંચ યમ – સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા
– પાંચ નિયમ – શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઇશ્વર પ્રણિધાન
– ધ્યાન એ સપ્તમ સોપાન છે.
– અત્યારે આપણે જે કરીએ છીએ તે ધ્યાન નથી પરંતુ પ્રત્યાહાર છે.
– ૧૨ સેકન્ડ સુધી જો તમે કોઇ એક જ પ્રત્યાહાર પર કોન્સનટ્રેટ કરી શકો, કોઇપણ અવરોધ વગર તો તેનું નામ છે ધારણા.
– ૧૨X૧૨ સેકન્ડસ=૧૪૪ સેકન્ડસ જો તમે કોન્સનટ્રેટ કરી શકો તો તેનું નામ ધ્યાન છે. ૧૪૪ સેકન્ડસ સુધી એક જ પ્રત્યેય પર, એકપણ વિક્ષેપ વગર જો કોન્સનટ્રેટ કરી શકો તો તેનું નામ ધ્યાન છે.
– ૧૨X૧૨X૧૨=૧૭૨૮ સેકન્ડસ = ૨૮.૮ મિનિટ્સ માટે જો કોઇ એક પ્રત્યેય પર, એક ક્ષણનાં પણ વિક્ષેપ વગર કોન્સનટ્રેટ કરી શકો તો તેનું નામ સમાધિ છે.
– ગુરુના ચાર લક્ષણ – શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, નિષ્પાપ, અકામ
– શિષ્યનાં ચાર લક્ષણ
– શિષ્યની છ પ્રકારની સંપતિ
– પ્રાણાયામમાં રેચક-પૂરક કરો, અનુલોમ-વિલોમ કરો પરંતુ કુંભકમાં ન જાવ. કુંભકથી ઘણીબધી સિધ્ધિઓ આવે છે પછી આધ્યાત્મિક જીવનમાં ભટકી જવાય છે.
– ધ્યાન શરુઆતમાં પાંચ મિનિટથી વધારે ના કરવું. પછી ધીમે-ધીમે વધારવું. એકીસાથે ના કરવું.
– પેટની નીચેના ત્રણ ચક્રો (મૂળાધાર, સ્વાધિસ્થાન, મણીપુર) પર ધ્યાન કરવું હિતાવહ નથી.
– ગુરુનાં માર્ગદર્શન પ્રમાણે આગળ વધવું.
– સર્વાંગી વિકાસ – શારીરિક, માનસિક, બૌધ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ
– સ્વામી વિવેકાનંદે આપેલ નૈતિકતાની વ્યાખ્યા – That which is selfish is immoral, and that which is unselfish is moral. સ્વાર્થપણું છે એ અનૈતિકતા છે અને નિ:સ્વાર્થપણું છે એ નૈતિકતા છે.
– ચાર યોગ – રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ
– પાંચમો યોગ – સેવાયોગ
– મુખ્ય વસ્તુ છે, “કોણે કેટલા પ્રમાણમાં પોતાની દિવ્યતાને અભિવ્યક્તિ કરી”, બાકી બધુ ગૌણ છે, ખરાબ નથી, પરંતુ ગૌણ છે.
– અવતાર એટલે સનાતન ધર્મની ઓટોમેટીક એન્ટી-વાયરસ સિસ્ટમ.
– બ્રહ્મ એઠો થયો નથી, અર્થાત બ્રહ્મનું વર્ણન શબ્દોથી(મુખથી) ના થઇ શકે. – રામકૃષ્ણ પરમહંસ
સંપાદન
દેવાંગ વિભાકર
એડિટર – www.SpeakBindas.com