Home » Interviews » Video Interview » Interview of Dashrath Bapu

Interview of Dashrath Bapu

Devang Vibhakar interviewing Dashrath Bapu

Video Interview of Dashrath Bapu

Second Visit

દશરથ બાપુ તેમના એક વિડીયો( https://www.youtube.com/watch?v=8tf2B9SVs7I ) દ્રારા ખૂબ વાયરલ થઇ ગયેલા જેમાં તેઓ અધ્યાત્મ અને યોગને પુર્ણ વૈજ્ઞાનિક ભાષામાં સમજાવે છે (જે ઘણા ’ભણેલાને’ પણ ઉપરથી ગયેલું). તેમને હાલમાં બે વખત મળવાનું અને સત્સંગ કરવાનું થયેલ, તેના કલાક-કલાક ઉપરનાં બન્ને વિડીયોઝ નીચેની લિન્ક પર જોઇ શકશો:
=============
૧. Satsang and Interview with Dashrath Bapu: https://www.youtube.com/watch?v=Gl_5TiqzqfM

૨. Satsang and Interview with Dashrath Bapu | Second Visit | Speak Bindas: https://www.youtube.com/watch?v=sB0C4vvXyZg
=============
તેમનાં વક્તવ્યમાં તેઓ એકાગ્રતા અને ધ્યાનને અગ્રિમતા આપે છે અને અધ્યાત્મ એટલે પાઠ-પૂજા નહી પરંતુ ચોક્કસ નિયમ આધારિત એક વિજ્ઞાન છે તે વાતને સમર્થન આપે છે તે પણ કેમિસ્ટ્રીનાં શબ્દોનો ઉપયોગ કરીને.
તેઓ વ્યક્તિની આધ્યાત્મિક કક્ષા પ્રમાણે વિવિધ ડાયમેન્શન્સની વાત કરે છે જેમ કે તેમનાં શબ્દોમાં:
– One Dimension PLACE,
– Two Dimension TIME,
– Three Dimension SPEED,
– Four Dimension CONTROL,
– Five Dimension METAL,
– Six Dimension LIGHT,
– Seven Dimension ધ્વનિ તરંગ,
– Eight Dimension ઇથર,
– RANDOM-ENERGY-FREQUENCY અને VIBRATION.

તેઓ કહેતા હોય છે કે તેઓ પોતે Zero Dimension મા છે.
Consciousnessનાં પણ વિવિધ લેવલની તેઓ વાત કરે છે જેમ કે,
– Simple Consciousness
– Self Consciousness
– Cosmic Consciousness
– Sixth Sense
– Awareness
– Supreme Cosmic Consciousness

તેમનાં વાયરલ થયેલ વિડીયોમાં સૌને આકર્ષિ ગયેલ તે વાત “ક્વોન્ટમ સ્પીડ રીડીંગ”ની હતી જેમાં તેઓ કહે છે કે Conscious Mindથી ૧૦૦ શાસ્ત્ર, ૧૮ પૂરાણ, ૫૨ ઉપનિષદ, ૧૦૮ સ્મૃતિઓ અને ૪ વેદને વાંચવા અને ગ્રહણ કરવા તે શક્ય નથી. તેનાં માટે તેઓએ યોગ થકી “ક્વોન્ટમ સ્પીડ રીડીંગ” નામનું વર્ઝન પ્રાપ્ત કરેલ છે જેના થકી રાત્રે સુતી વખતે પુસ્તકને તકિયા નિચે રાખી દેવાનું અને સવારે તે Subconscious Mind દ્રારા વંચાઇ ગયું હોય. આ મુદ્દાએ ખાસ્સી એવી ચર્ચા જગાવેલ અને તેમને મળવા ગયેલ લગભગ વ્યક્તિએ આ બાબત વિશે પૃચ્છા કરેલ તેમજ અમુક લોકોએ ચેલેન્જ પણ કરેલ. તેઓ કહે છે કે Conscious Mind એ સ્વર અને વ્યંજનની ભાષા છે અર્થાત કે સાઉન્ડની ભાષા જ્યારે Subconscious Mindની ભાષા visualizationની છે. ક્વોન્ટમ સ્પીડ રીડીંગને તેઓ આજ્ઞા ચક્રની જાગૃતિ સાથે સરખાવે છે.
માઇન્ડની કક્ષાઓ મેથેમેટીકલ છે તેવું તેમનું કહેવું છે જેમ કે આલ્ફા, ગામા, બીટા, થીટા, ડેલ્ટા, સિગ્મા, લેમડા, ઓમેગા વગેરે.

ધ્યાનની પધ્ધતિમાં તેઓ નાસિકાનાં અગ્ર ભાગે ધ્યાન ધરવાનું સુચવે છે જેમાં તેઓ કહે છે કે સાધક જ્યારે અભ્યાસ કરીને અને નિયમ પ્રમાણે શરુઆતમાં એક મિનિટથી શરુ કરી, પછી બે મિનિટ એમ કરતા કરતા જ્યારે 16 મિનિટે પહોંચે અર્થાત કે એકીટસે 16 મિનિટ સુધી નાસિકાનાં અગ્ર ભાગે એકાગ્રતા સાધી શકે તો તેનાં મનનો લય થઇ જાય છે. આ અવસ્થા બાદ સાધકને ધ્યાનમાં જવું હોય તો પણ ઠિક અને ના જવું હોય તો પણ ઠિક એવી સ્થિતીમાં આવી જાય છે. આ અવસ્થાને ઉનમુની અવસ્થા કહેવામાં આવે છે. તેઓ ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાનું પણ ખાસ સુચન કરે છે.

૧૦૮ મણકાની માળા અને ૧૦૮ની વાત આવે ત્યારે દશરથબાપુ કહે છે કે ૧૦૮ એટલે માળાનાં મણકા નહી પરંતુ ૧૦૮ પાર્ટિકલ્સ, જેમાં નીચેના પાર્ટિકલ્સ તેઓ ગણાવે છે:
– ૧ સૂર્ય
– સૂર્યને ફરતા ૯ ગ્રહ
– તેને ફરતી ૧૨ રાશિઓ
– તેને ફરતા ૧૨ આદિત્ય છે
– તેને ફરતા ૧૧ રુદ્ર
– તેને ફરતા ૨૭ નક્ષત્ર
– તેને ફરતી ૨૮ નિહારિકાઓ
– તેને ફરતા ૮ વસુઓ
આમ કુલ ૧૦૮ પાર્ટિકલ્સ, જેને Cosmic Zone કહેવાય.

લાગણી, ભાવના, આત્મિયતા, શ્રધ્ધા અને સમર્પણ વિશે દશરથબાપુ કહે છે કે તે ઇમોશનલ સેન્સને ડેવલપ કરે છે અને ઇમોશનલ સેન્સે એટલે કચરાપેટી. પોતાના પરિવાર પુરતા આ ગુણો બરાબર છે બાકી તે કચરાપેટીથી વિશેષ નથી, કેમ કે જો તમે આવી કચરાપેટી રાખશો તો કોઇપણ આવીને તેમાં તેનો કચરો નાખી જશે.
તેમની અન્ય એક સોલિડ સાયન્ટિફિક વાત એટલે Cells(કોષ)નું જૈવિક વિજ્ઞાન જેમાં તેઓ કહે છે કે Cells વચ્ચે એનર્જી ચેનલ આવેલ હોય છે. જો આ એનર્જી ચેનલ ડિસ્ટર્બ થયા વગર અવિરત ચાલુ રહે તો વ્યક્તિનાં શરીરને વૃધ્ધાવસ્થા લાગુ નથી પડતી કેમ કે Cells એ જ અવસ્થામાં રહે છે. તેઓ પોતે ૭૫ વર્ષની વયના છે તેમ છતા તેમની ચામડી લબડતી નથી તેવું તેઓ જણાવે છે. અને જો કોઇ યોગી યોગ દ્રારા Cellsને ક્વોન્ટમમાં ફેરવી નાખે તો પછી શરીરનો ક્યારેય નાશ થઇ શકતો નથી. આવા કેટલાય સિધ્ધો અને યોગીઓ આજની તારીખે ગિરનારમાં વાસ કરે છે જે આ ક્રિયા દ્રારા જ શરીરને ક્વોન્ટમમાં રુપાંતર કરીને સેંકડો વર્ષો સુધી એમ જ રહી શકે છે. અમરત્વનો નિયમ એટલે બીજુ કંઇ નહી પરંતુ Cellsને યોગ દ્રારા ક્વોન્ટમમાં ફેરવવાનું વિજ્ઞાન.
પોતે તિબેટ તેમજ ગિરનારમાં રહીને સાધનાઓ કરી છે અને દિવ્યશક્તિઓ પ્રાપ્ત કરી છે તેમજ અમુક દિવ્યશક્તિઓ તેઓ લઇને જ આવેલ તે વાત પણ તેઓ સત્સંગમાં કરતા હોય છે.

આનંદની વ્યાખ્યા તેઓ કરતા કહે છે કે આનંદ એટલે બીજુ કંઇ નહી પરંતુ તમારા બ્રેઇનમાં ચાર રસાયણો Oxytocin, Serotonin, Dopamine અને Melatoninનું વ્યવસ્થિત બેલેન્સ. બીજુ કંઇ નહી.

શિવલિંગ એટલે એક “અણુ રીએક્ટર”. બ્રહ્મા, વિષ્ણું અને મહેશ એટલે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન છે, કાલિ, સરસ્વતિ અને લક્ષ્મી એ એગોન, સાયગોન અને અલ્ટ્રોન છે, હનુમાનજી, ગણપતિ અને કાર્તિકસ્વામી એ આલ્ફા, ગામા અને બીટા છે, એમ એ નવ પાર્ટિકલથી બન્યું છે. શોધાણું એ સાયન્સ અને નથી શોધાણું એ ભગવાન.

દશરથબાપુની વાતો સાયન્ટિફિક તો લાગે જ સાથે સાથે ગુહ્ય પણ લાગે કેમ કે તેઓની મહતમ વાત છે તે રેશનલ માઇન્ડને સ્પર્શે એવી છે કેમ કે તેમની વાત પાછળ આંધળા વિશ્વાસને બદલે ચોક્કસ મેથેમેટિકલ નિયમની જ વાત તેઓ કરે છે. આમ જોઇએ તો અધ્યાત્મ એટલે નરી ચર્ચાનો વિષય નથી પરંતુ જાત-અભ્યાસ અને તેના દ્રારા પ્રાપ્ત કરેલ જાત-અનુભૂતિનો છે એટલે દશરથબાપુને જ્યારે રુબરુ મળો ત્યારે ચોક્કસ થાય કે આ મહાત્મા ખરેખર કંઇક અલગ છે અને માત્ર પ્રવચન કે ફિલોસોફિ કે શાસ્ત્રોનું શાબ્દિક જ્ઞાનમાત્ર નહિ પરંતુ જાતે સિધ્ધ કરેલ યોગનાં પ્રતાપે બોલી રહ્યા છે.

|||| દશરથબાપુએ કહેલ અન્ય વચનો: |||
– વિજ્ઞાનનો જાપાન, જર્મની વગેરે દેશોએ સ્વિકાર કર્યો તો તે ક્યા ના ક્યા પહોંચી ગયા અને આપણે હજી પાવડો-કોદાળી લઇને મજુરી કરીએ છીએ.

– સત્યની શરુઆત Subconscious Mindથી થાય. એ Conscious Mindનો વિષય જ નથી.

– સૌરાષ્ટ્રમાં તો અમરત્વની ચાદર પડી છે.

– મૃત્યુ છે નહી, પણ મૃત્યુનો ભય છે એ મારી નાખે છે આ જગતને.

– શરીર તો પદારથથી બનેલું છે. પદારથ એક ફોર્મમાથી બીજા ફોર્મમાં ટ્રાન્સફર થાય, મરે નહી.

– આત્મા પ્રતિ-પદારથ છે, એ તો રુપાંતરણ પણ ના થાય.

– ઇશ્વર એન્ટી-પદારથ છે.

– જન્મ અને મૃત્યુનું રહસ્ય છે, સેલ અને કોષિકા. તમે કોષિકાઓ ઉપર કમાન્ડ મેળવી લો તો તમે અજર-અમર થઇ જાવ.

– ગિરનારમાં તો બધા હોલસેલમાં અમર થઇ ગયેલ છે.

– સૌરાષ્ટ્રમાં જનમ્યો તો અત્યાર સુધીમાં જન્મ અને મૃત્યુનું રહસ્ય સર્ચ નથી કર્યું તે?

– ગિરનારમાં હજારો સિધ્ધ છે. અને તે બધા જન્મ અને મૃત્યુનાં ચક્કરમાથી બહાર નિકળી ગયેલા છે.

– સુક્ષ્મણા નાડી તમારી જ્યારે જાગૃત થાય ત્યારે તમારી પણ એ જ કંડિશન થાય જેમ બોટલમાં ઉપર અને નીચે પોલાણ હોય અને તેમાથી કંઇક પ્રવાહિત થાય.

– જે તૃપ્ત થઇ ગયેલો વ્યક્તિ છે તે સતનાં માર્ગે સરસ ચાલી શકે.

– વાસનાઓ અધુરી રહી ગઇ હોય અને ઉપરથી દમન કર્યું હોય એ ગુમડાની જેમ ગમે ત્યારે ફુંટી નિકળે.

– મારી-મચોડીને સાધુ બનાવ્યો હોય તે કોઇદી સામે કિનારે ના પહોંચી શકે.

– સંશોધન તમે કરો એટલે એ કોરી કલ્પના છે તે ઠોસ વિચારોમાં પરિણમે, પછી જનમ લે. સાકાર થતા વાર નો લાગે.

– એક ખાલી દશરથબાપુ અહી સૌરાષ્ટ્રમાં આવ્યા તો ૨૦ લાખ જાગી ગ્યા, વગર જગાઇડે. હાજરી માત્રથી જાગી ગ્યા, વગર જગાડે. આજે જાગ્યા કેવાય. એને જગાડવા થોડો જવાનો હોય કે ઉઠ ઉભો થા સમય આવ્યો!!! મોજામાં આવે એટલે એની મેળાએ જાગી જાય.

– સંસ્કાર બે પ્રકારનાં હોય છે – મુળ સંસ્કાર અને સંગ સંસ્કાર

– એને કહેવાય સ-બીજ સમાધિ. જેવી રીતે બીજની અંદર રહેલા વૃક્ષો સમાધિમાં છે અને એક સારો વરસાદ પડી જાય અને બધા બીજમાથી બહાર નિકળી જાય એવી જ રીતે યોગીઓ પણ વર્ષોથી બધા સમાધિમાં જ હોય. એક સમય આવી જાય ઉત્ક્રાંતિનો એટલે બધાય જાગી જાય.

– વીસ લાખ પબ્લિક જાગી ગઇ અમને જોયા નથી તો પણ…… ખાલી રેડિએશન થી.

– લાગણી, ભાવના, આત્મિયતા, શ્રધ્ધા એ સમર્પણની વસ્તુ છે નહી. એ ઇમોશ્નલ સેન્સ ડેવલપ કરે. અને ઇમોશ્નલ સેન્સ કચરાપેટી છે. ગમે તે આવીને અંદર કચરો ઠલવી જાય.

– સત્યને જનમ દેવો એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.

– શરીર છે એને ઉતારીને બીજુ શરીર ધારણ કરવાની કલા આવડે છે એટલે કોઇ દિલગીરી છે નહી. આ દેહે થઇ જાય તો ઠિક છે નહીતર ખોખુ બદલીને બીજે.

– વૃધ્ધાવસ્થા એટલે આવે છે કે તમારે ફરી યુવાવસ્થામાં જવાનું છે.

– જો હું જીનેટીક ઉપર પ્રવચન આપતો હોઉં તો તમારા દિલની ધડકનો પણ બંધ થઇ જાય. તમને એમ થવા લાગે કે ક્યાંક ઢાંચો ના બદલી નાખે મુળિયામાથી. અને ઢાંચો બદલવો જ જોઇએ.

– ઓશોની સમાધિ છે ત્યા બી કમ રેડીએશન છે???

– જેટલી વનસ્પતિ શિવલિંગને ચડે છે તે બધી વનસ્પતિઓ જેવી કે ધતુરો, આંકડો, થોર, દર્ભ વગેરે વાવી દો તો તેનાં પર બોમ્બ ફેંકો તો પણ ના ફુટે. બોંબનાં રેડિએશનને આ વનસ્પતિઓ શોષિ લે.
==========
લેખન અને સંકલન
દેવાંગ વિભાકર
Founder – www.SpeakBindas.com

About

Devang Vibhakar is the Founder and Editor of www.SpeakBindas.com. He has interviewed more than 350 people. His effort was recognized by Limca Book of Records, twice. He has been to Scotland as well as Germany as part of vocational & cultural exchange programs and has compiled five books so far. He's passionate about bringing forth interesting stories & interviews of entrepreneurs to avid readers of SpeakBindas. He can be reached here.

3 thoughts on “Interview of Dashrath Bapu

  1. DILIP KHER says:

    i have gone through the video’s and looking forward for answer to questions, I hope you would like to add them during your next interview. Kinldy share your email address or contact number so enable to share those questions .

  2. હીરજી says:

    જય સંતશ્રી દિવ્યમહાગુરૂદેવમ સિદ્ધ મહાયોગી સદગુરુ ભગવાન દશરથબાપુજી ને કોટિકોટિ દંડવત પ્રણામ….

  3. Drisya KK says:

    Hello, I’m Drisya, best digital marketing strategist in kannur, kerala. I can use digital marketing techniques to assist you in expanding your company.

    seasoned digital marketer holding a degree of commerce (BCOM) and receiving specialized instruction in digital marketing from cda academy.

    I help with Google advertisements, social media marketing, and search engine optimization as the best digital marketing strategist in Kannur.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*