હરીશભાઇ હરિયાણી રાજકોટમાં શ્રીનાથજી ઉકાળા કેન્દ્ર ચલાવે છે જેમાં દરરોજ સવારે ડાયાબીટીઝનાં દર્દીઓને કડુ-કડીયાતુ ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કરે છે. જેમને ડાયાબીટીઝ નથી તે લોકો પણ સારા સ્વાસ્થ્ય માટે કડુ-કડીયાતુ લઇ શકે છે.
તેઓ દરરોજ રેસકોર્ષ રીંગ રોડ પર, મેયર બંગલાની સામે વહેલી સવારે ૦૪:૦૦ વાગ્યાથી ૦૬:૦૦ વાગ્યા સુધી આ સેવા આપે છે. તેના સિવાય, કરંજના દાતણ તેમજ રામનામ બુકનું પણ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે.
અન્ય પ્રવૃતિમાં તેઓ દર મંગળ-ગુરૂ-શનીવારે શ્વાનો માટે દૂધ, બીસ્કીટ, ચકલા માટે ચણ, કાબર માટે ગાંઠીયા, માછલી માટે લોટની ગોળી તેમજ તેમને લગતો ખોરાક ઇત્યાદિ પ્રવૃતિ પશુ-પક્ષીઓ માટે કરતા હોય છે. સીવીલ હોસ્પિટલમાં બર્ન્સ વિભાગ, કેન્સર હોસ્પિટલ સેનેટોરીયમ રેસકોર્ષ રીંગ રોડનાં દર્દીઓ માટે દરરોજ આઇસ્ક્રીમનું નિ:શુલ્ક વિતરણ પણ કરતા રહે છે. આ પ્રવૃતિ તેઓ “જય સિયારામ સેવા મંડળ” અંતર્ગત કરે છે જેમાં હાલમાં ૩૭ જેટલા મિત્રો ફેમિલી સાથે જોડાયેલ છે. તેમાં તેઓ મિત્રોનાં જન્મદિવસે, અન્ય કોઇ શુભ દિવસે કે પછી વડીલોની તિથી પર સામાજીક સંસ્થાઓમાં જઇને ત્યા રહેતા લોકોને નાસ્તો-જમણવાર ઇત્યાદી પ્રવૃતિ દ્રારા ઉજવતા હોય છે.
હરીશભાઇ હરિયાણીનો સંપર્ક તેમના મો. ન. પર કરી શકો છો: 94081 87768 / 98252 72669