Home » Articles » My Third Experience of Girnar Parikrama – 2012

My Third Experience of Girnar Parikrama – 2012

Girnar Parikrama 2012

Girnar Parikrama 2012

I am a man of traveling & wondering. I just cash-out every travel opportunity that comes across my life.

This year, i.e.  I went to Girnar Parikrama once again (actually, third time). You would have read about my detailed experience of the same pilgrimage that I had last year in 2011. If not, that article is here: My Experience of Girnar Parikrama 2011.

Unlike last year, this year I went two days in advance to avoid the excessive rush of people. Also, this time instead of going all alone like last year, I had a good company of my two Uncles. I enjoy a lot going all alone but it is also fun if you are in group. Both do have their own perspectives and joy.

The total distance is 36 kilometres, which surrounds the mountain Girnar. It starts from Bhavnath temple (in Junagadh) and ends there only. Enroute are three main religious stops – 1. Jinabavani Madhi, 2. Marvela and 3. Bordevi. Actually, this is a five day pilgrimage, where people bring along stuff to prepare the food on their own in jungle. They walk, stop at these spots, one day at each, prepare their food in a natural way, i.e. by burning wastage woods collected from jungle, take rest and then walk ahead. Some people do finish this parikrama in three days. And then there are people like us who does complete it in some hours or one day!

Physically, this is a tiring trip but if you are a nature lover, fond of trekking, like meeting people from different walks of life, believe in enjoying nature as it is without expectations of facilities, then you should go for this. It is organized every year on the eve of Dev-diwali, which falls after fifteen days of festival of Diwali. But as I said, to avoid the rush, the route opens up three days prior to official dates,  because as per Government reports, every year 1 to 1.2 million people do participate in this pilgrimage.

For more photographs click here: Girnar Parikrama 2012 photo album.

Now few words about this trip in my mother-tongue Gujarati.

ગીરનાર પરીક્રમા આમ તો અગિયારસ(દેવ દિવાળી)થી શરૂ થતી હોય છે, પરંતુ લોક-રશને ખાળવા ઘણા લોકો તેના બે-ત્રણ દિવસ અગાઉ પરીક્રમાં શરૂ કરી દેતા હોય છે. આ અગાઉ હું બે વખત ગીરનારની પરીક્રમાં કરી ચુક્યો છું. પહેલી પરીક્રમાં કર્યાને વર્ષો થયા. ત્યારે હું ૧૩-૧૪ વર્ષનો હોઇશ. બીજી વખત પરીક્રમા ગયા વર્ષે કરેલી – એકદમ એકલા. ખભે થેલો ’ને હું ઘેલો! એકલા પરીક્રમાં કરવાની પણ મજા પડેલી. આ વર્ષે અમે ત્રણ જણ હતા – હું અને મારા બે કાકા – હસુકાકા અને રાજુકાકા . ગૃપની પણ મજા હોય છે. પરીક્રમામાં લાખો લોકો ઉમટી પડતા હોય છે. અમે ત્રણ દિવસ વહેલા હોવા છતા ’મહેરામણ’ તો હતુ જ, પરંતુ સાવ જગ્યા મળે જ નહી તેવું નહી. ગયા વર્ષે રાતે એકાદ કલાક આડુ પડવાની જગ્યા શોધતા જ પિસ્તાળીસ મિનીટ થયેલ કેમ કે ત્યારે હું એક દિવસ મોડો ગયેલ. પરીક્રમામાં ઘણા અનુભવો થતા હોય છે – ખુલ્લામાં સુઇ રહેવું, અજાણ્યા સાથે પણ વાતનો સેતુ રચાઇ જવો, બાળકોથી માંડી વૃધ્ધોને આ કઠણ પરીક્રમામાં ચાલતા જોવા, રાજકોટ-સુરત-મહેસાણા-ભાવનગર-અમરેલી-પુનાં અને ક્યાં ક્યાથી લોકોનું આવવું, પાણીનાં પરબ અને અન્નક્ષેત્રો સ્વરૂપે મનુષ્યમાં રહેલ મનુષ્ય પ્રત્યેની લાગણીનો અનુભવ થવો, ’જય ગીરનારી’નો સાદ સંભળાતા રહેવું, ઘોડી(સ્ટીફ હિલ, યુ નો!) ચડતી વખતે ’હવે, આવતા વર્ષે તો નથી જ આવવું’નો ભાવ અનુભવવો અને ઉતરતા-ઉતરતા ’એમ તો વાંધો નહી આવે, આવતા વર્ષે પણ આવીશ’નો ભાવ પણ અનુભવવો!, એવા લોકોનો પણ મેળાપ થવો જે ગીરનાર પર્વત ચડીને ત્યારબાદ સાથોસાથ પરીક્રમાં પણ કરે – ડબલ ધ પેઇન બટ ટ્રીપલ ધ સેટીસ્ફેક્શન, ખુલ્લા પગે ચાલનાર યાત્રાળુઓ પણ જોવા મળે, ધાર્મિક લાગણીથી ખેંચાઇને આવતા લોકો તો પુષ્કળ જોવા મળે પરંતુ કંઇક નવો અનુભવ મેળવવા, કંઇક એડ્વેન્ચરની ભાવનાથી ખેંચાઇને તેમજ અન્યમાં રહેલ ધાર્મિકતાનાં બળને ખુબજ નજીકથી અનુભવવા માટે આવતા લોકો પણ જોવા મળે, નાગાબાવાઓને પૈસા માંગતા જોઇને આપણા મનમાં રહેલ ’નાગાબાવાની’ સમર્થતા પર નિરાશા જન્મવી, નેચરલ-કોલને માન આપવા જંગલમાં અંદર સુધી જવું! એન્ડ વોટ નોટ!. હું ગમે તેટલુ લખુ અને તમે ગમે તેટલુ વાંચો તો પણ આ “રો પિલગ્રીમેજ” વિષે જાણી નહી શકાય. અનુભવ એ જ શ્રેષ્ઠ શિક્ષક છે. ચાલી શકવાની ક્ષમતા હોય, ટ્રેકીંગનો શોખ હોય, સુવિધાથી પણ આગળ કંઇક છે તેવી વિચારધારા હોય, કુદરત પ્રત્યે લગાવ હોય તો એકવાર ગીરનાર પરીક્રમા કરવી રહી.

હું સંદિપ પટેલનો ખુબ આભારી છુ જેમને હું ફેસબુક દ્રારા ઓળખુ છુ પરંતુ ક્યારેય રૂબરૂ મળ્યો નથી તેમજ પોતે હાલમાં મુંબઇ હોવા છતા અમારી કાર વડાલ પાસે આવેલ ડેરવાણ ગામમાં મુકવાની વ્યવસ્થા કરી આપી એ પણ વહેલી સવારે પાંચ વાગ્યે મારો ફોન રિસીવ કરીને. ડેરવાણએ ગીરનું એવું ગામ છે જ્યાથી તમે પરીક્રમાનાં રૂટ પર સીધા જઇ શકો. ડેરવાણનાં વિનુભાઇ ત્થા શિવુભાઇનો પણ આભાર.

About

Devang Vibhakar is the Founder and Editor of www.SpeakBindas.com. He has interviewed more than 350 people. His effort was recognized by Limca Book of Records, twice. He has been to Scotland as well as Germany as part of vocational & cultural exchange programs and has compiled five books so far. He's passionate about bringing forth interesting stories & interviews of entrepreneurs to avid readers of SpeakBindas. He can be reached here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*